400 વર્ષ પછી આકાશમાં જોવા મળશે આવો નજારો
વર્ષ 2020 ખૂબ સંકટ ભર્યુ રહ્યું પરંતુ હવે આ વર્ષ અંતિમ તબક્કા પર છે. આ વર્ષના આગમનનો ઉત્સાહ લોકોમાં ખૂબ જોવા મળ્યો હતો, પણ વર્ષના પ્રારંભમાં જ આખા વિશ્વને કોરોના વાયરસની ઝપેટમાં લઈ લીધુ. જે બાદ લોકોને એવી એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જેની લોકોને કલ્પના પણ નહતી કરી. લોકોએ તો વર્ષ 2020ને પ્રલયકારી ઘોષિત કરી દીધુ. ત્યારે હવે વર્ષ 2020 પૂર્ણતાના આરે છે, ત્યારે લોકોને આશા છે કે આવતા વર્ષથી બધુ સારૂ થઈ જશે. આ વર્ષ અંતરિક્ષની ગતિવિધીઓ પણ ઘણી વધતી જોવા મળી. ઘણી વાર દુનિયા સમાપ્ત થવાની અફવા પણ ઉઠી. આ વચ્ચે હવે 2020 પૂર્ણ થવાના ફક્ત 9 દિવસ પહેલા લોકોને અવકાશમાં થઈ રહેલા એક અદ્ભૂત ખેલની સાક્ષી બનવાની તક મળશે. 21 ડિસેમ્બરના રોજ અવકાશમાં જુપિટર અને સૈટર્ન પ્લેનેટનો એવો ખેલ હશે, જેને 400 વર્ષથી લોકોએ નહી જોયો હોય. જોકે આ અદ્દભૂત નજારો દુનિયામાં ફક્ત અમુક ભાગમાં જ જોવા મળશે. તો જાણીએ અવકાશમાં 21 ડિસેમ્બરના રોજ થઈ રહેલા અદ્દભૂત નજારો વિશે.
21 ડિસેમ્બરની રાત્રે આકાશમાં બૃહસ્પતિ અને શનિ ગ્રહનો અનોખો ખેલ જોવા મળશે. આ દરમિયાન આ બંને જ ગ્રહ અત્યંત ચમકીલા જોવા મળશે. આ નજારાને ગ્રેટ કંજંક્શનનું નામ આપવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના પર્થ ઓબ્સર્વેટરીમાં કામ કરનારા મૈટ વુડ્સએ આ અંગે વધુ જાણકારી આપતા જણાવ્યું કે જ્યારે અંતિમ વાર આ બંને ગ્રહ આટલા નજીક આવ્યાં હતા ત્યારે ટેલિસ્કોનું નિર્માણ થયું જ હતું.
મૈટ વુડ્સે ડેલી મેલ ઓસ્ટ્રેલિયાને જણાવ્યું કે છેલ્લીવાર આ બંને ગ્રહ 16 જુલાઈ 1623ના રોજ એક-બીજાની આટલા નજીક આવ્યાં હતાં. તે ગાળામાં ગૈલીલિયો પણ જીવીત હતાં. મિસ્ટર વુડ્સે આગળ જણાવ્યું કે આ નજારો આખી દુનિયામાં જોવા મળશે.
આ અદ્દભૂત ખગોળીય ઘટનાની જાણકારી આપતા તેમણે કહ્યું કે આ બંને ગ્રહ સાંજના સાડા સાતથી સાડા નવ વાગ્યા સુધી એક-બીજાની ખૂબ નજીક હશે. સાથે જ તેને જોવા માટે લોકોને કોઈ ટેલિસ્કોપની પણ જરૂર નહી પડે.
તેમાં લોગ સૈટર્નનો સૌથી મોટો ચાંગ ટાઈટન પણ જોવા મળશે. સાથે તમને જણાવી દઈએ કે સૈટર્ન જ અવકાશમાં મળતો એકમાત્ર ગ્રહ છે, જેના પર લિક્વિડ જોવા આવ્યું હતું.
જોકે લોકોને આ નજારો જોવા માટે કોઈ ખાસ ઉપકરણની જરૂર નહી પડે. આ માટે લોકોને ખુલ્લા પાર્કમાં જઈ રાત્રે રાહ જોઈ શકે છે. આથી 400 વર્ષ પહેલા આવો જ નજારો જોવા મળ્યો હતો.