બાઇક પર 1300 કિલો મિટરની સફર કરીને ખેડૂત આંદોલનમાં સામેલ

371

બાઇક પર 1300 કિલો મિટરની સફર કરીને ખેડૂત આંદોલનમાં સામેલ

આ છે સોમનાથથી બાઇક લઈ દિલ્હી પહોંચેલા ગુજરાતી યુવાન ધર્માભાઈ..

ખેડૂત પરિવારમાંથી આવતા ધરમભાઈ હદવાણી સોમનાથથી બાઇક લઈને દિલ્હીની સિંઘુ બૉર્ડર પહોંચેલા છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ ખેડૂત આંદોલનમાં જોડાયા છે.

4 તારીખે સોમનાથથી નીકળ્યો એ અગાઉ આઈબી-પોલીસનો ફોન આવ્યો હતો. એ પછી અમદાવાદમાં મારી અટકાયત પણ થઈ. પોલીસે નિવેદન લઈને જવા દીધો.

ધરમભાઈ હદવાણી ખેડૂત પરિવારમાંથી આવે છે અને હાલ પત્રકારત્વનો અભ્યાસ કરે છે.
એમણે કહ્યું હાલ અમદાવાદ, રાજકોટ, ધોરાજી વગેરેથી ગુજરાતીઓ આંદોલનમાં જોડાયા છે.

એમનું કહેવું છે કે તેઓ 7 તારીખે દિલ્હી પહોંચ્યા એ પછી અન્ય મિત્રો પણ જોડાયા છે અને કેટલાક હજી રસ્તામાં છે.


આંદોલનના માહોલ વિશે તેઓ કહે છે કે, માહોલ જબરદસ્ત છે અને જ્યાં સુધી કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી ખેડૂતો પાછા નહીં હઠે.