સોમનાથ મંદિરમાં નીચે 3 માળની ઇમારત મળી આવી

632

સોમનાથ મંદિરમાં નીચે 3 માળની ઇમારત મળી આવી

બાર જયોર્તિલીંગમાંના એક સોમનાથ મંદિરની નીચે ભૂગર્ભમાં પણ બીજી 3 માળની ઇમારત હોવાનું જાણવા મળ્યું છે. આઇઆઇટી ગાંધીનગર અને 4 સહયોગી સંસ્થાઓએ આ વાતની જાણકારી મેળવી છે.પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર આ તપાસ કરવામાં આવી હતી. લગભગ એક વર્ષ પહેલાં મોદીએ દિલ્હીમાં મળેલી એક મિટીંગમાં આર્કિયોલોજી વિભાગને સોમનાથ મંદિરમાં તપાસ કરવા કહ્યું હતું.

પુરાતત્વ વિભાગે એક વર્ષની તપાસ પછી 32 પાનાંનો એક રિપોર્ટ તૈયાર કરીને સોમનાથ ટ્રસ્ટને સોંપી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદિરની નીચે ભૂગર્ભમાં એક L શેપની વધુ એક ઇમારત છે. એ પણ જાણવા મળ્યું કે સોમનાથ મંદિરના દિગ્વિજય દ્રારની નજીક આવેલા સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂનૂ આસપાસ બૌદ્ધ ગુફાઓ પણ છે.

નિષ્ણાતોએ 5 કરોડના ખર્ચે આધુનિક મશીનોનો ઉપયોગ કરીને તપાસ કરી હતી. જમીનની નીચે લગભગ 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન કરવાથી ખબર પડી કે નીચે પણ એક પાકી ઇમારત છે અને પ્રવેશ દ્રાર પણ છે.

એવું કહેવાય રહ્યું છે કે સૌથી પહેલાં એક મંદિર અસ્તિત્વમાં હતુ, બીજી વખત સાતમી સદીમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ મંદિર બનાવ્યું હતું. આઠમી સદીમાં સિંધના અરબી ગર્વનર જુનાયદે મંદિરને તોડવા સૈન્ય મોકલ્યું હતું. એ પછી પ્રતિહાર રાજા નાગભટ્ટે 815માં ત્રીજી વખત મંદિર બનાવ્યું. એના અવશેષો પર માલવાના રાજા ભોજ અને ગુજરાતના રાજા ભીમદેવે ચોથી વખત નિર્માણ કરાવ્યું હતું. મંદિરનું પાંચમું નિર્માણ 1169માં ગુજરાતનારાજા કુમાર પાળે કરાવ્યું હતું.

તે પછી મુગલ બાદશાહ ઔરંગઝેબે 1706માં મંદિરને ધ્વસ્ત કરી નાંખ્યું હતું. જુનાગઢ રિયાસતને ભારતનો હિસ્સો બનાવ્યા પછી તત્કાલીન ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે જુલાઇ 1947માં સોમનાથ મંદિરને ફરી બનાવવા આદેશ કર્યો હતો અને 1951માં નવું મંદિર બનીને તૈયાર થયું હતું.

ગુજરાત રાજ્ય સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલું ભગવાન શિવનું ભવ્ય મંદિર એટલે સોમનાથ મંદિર. આ મંદિરની ભવ્યતા એટલી હતી કે મંદિર ઉપર લૂંટ પણ કરવામાં આવી હતી, પણ છતા આજે સોમનાથ મંદિર અડીખમ ઉભું છે. જેટલી વાર મંદિરનો વિનાશ કરવામાં આવ્યો તેટલી વાર મંદિર ફરીથી બન્યું.

સોમનાથ મંદિર સૌરાષ્ટ્રમાં આવેલા વેરાવળ થી પાંચ કિ.મી દુર આવેલા પ્રભાસ પાટણના દરિયા કિનારે આવેલું છે અને ભગવાન શંકર અનંત કાળથી આ તીર્થમાં વસેલા છે. સોમનાથના મંદિરને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ આવે છે.

આ રીતે કામ કરે છે જીપીઆર એટલે કે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર

ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર એવા તરંગો છોડે છે જે જમીનની અંદર પેસી જાય છે. જમીનમાં જાય ત્યાર પછી ત્યાં જુદા જુદા પ્રકારના સ્તર અને માટી અને ખડકોના પ્રકારને જુદી જુદી રીતે ઓળખી શકે છે. તેના આધારે આખુ ચિત્ર તૈયાર થાય છે. એટલે જમીનને ખોદ્યા વગર જ આ રડારની મદદથી અંદર કોઇ સ્ટ્રક્ચર હોય તો શોધી શકાય છે.

સોર્સ