શું તમે સાપની આત્મહત્યાનો Video જોયો છે, ફેણ પછાડી-પછાડીને આપી દીધો જીવ..

1057

અત્યાર સુધી તમે માણસોની આત્મહત્યાના અનેક કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે પ્રાણીઓ પણ આત્મહત્યા જેવું પગલું લઇ શકે છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સાપને આત્મહત્યા કરતાં જોઇ શકાય છે. જો કે આ વીડિયો જુનો છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કો કાળા રંગનો એક સાપ ગુસ્સામાં પોતાની ફેણ પછાડી-પછાડીને આત્મહત્યા કરી રહ્યો છે. સાપ અચાનક જ પોતાનુ માથુ પછાડવાનું શરૂ કરી દે છે અને થોડી જ વારમાં તેનું મોત થઇ જાય છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે માવન સિવાય પ્રકૃતિનો અન્ય કોઇ જીવ પોતે પોતાનો જીવ નથી લેતો. પરંતુ સાપ વિશે આવી રહેલી નવી જાણકારીએ આ દાવાને પડકાર્યો છે.

સાપની આત્મહત્યાના સવાલે વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી મુક્યા છે. કેટલાંક લોકોનું કહેવુ છે કે સાપનું ઝેર તેના પર બેઅસર હોય છે. તેથી તે પોતાના જ ડંખથી આત્મહત્યા ન કરી શકે. સાથે જ કેટલાંક સાપ વિશેષજ્ઞ પોતાની નજરે જોયેલી ઘટનાઓનું વર્ણન કરતાં કહે છે કે ઘાયલ થવા કે અક્ષમ થવા પર સાપ આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.

અમારા ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલૉવ કરો.. Search- apnubhavnagar

https://www.instagram.com/apnubhavnagar