રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા

490

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા, પરિવારજનોએ સાચવવા ઇન્કાર કરતા સુરત માનવ મંદિર આશ્રમ મોકલાયાસાથી સેવા ગ્રુપે વૃદ્ધાના વાળ કાપી નવડાવી નવા વસ્ત્રો પહેરાવ્યા,

સુરતના માનવ મંદિર આશ્રમે પણ જલ્પાબેન પટેલનો આભાર માન્યોરાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યુ છે.

4 જાન્યુઆરીના રોજ જલ્પાબેન પટેલ અને તેમની ટીમ સાંજે 7 વાગ્યે ધ્રોલ પહોંચી હતી. ધ્રોલમાં 60 તોલા સોનુ,

ત્રણ મકાન હોવા છતાં પણ કંચનબેન મગનભાઈ પીપળીયા નામના 65 વર્ષના વૃદ્ધા છેલ્લા 20 વર્ષથી એક જ ઓરડીમાં એકલાયું જીવન જીવતા હતા. સાથી સેવા ગ્રુપે ઓરડીમાં જોયું તો કંચનબેન નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળ્યાં હતા.

બહાર કાઢ્યા તો તેમના વાળ 8 ફૂટ જેટલા વધી ગયા હોવાનું જોવા મળ્યું હતું