સાપ અને નોળિયા વચ્ચેની ખતરનાક ફાઇટ તમે ભાગ્યે જ જોઈ હશે

226

સાપ અને નોળિયા વચ્ચેની ખતરનાક ફાઇટ તમે ભાગ્યે જ જોઈ હશે

સાપ અને નોળિયા વચ્ચેની ખતરનાક ફાઇટ તમે ભાગ્યે જ જોઈ હશે..

આપણ ને ખ્યાલ હશે કે સાપ અને નોળિયાને કટ્ટર દુશ્મન માનવામાં આવે છે, નોળિયો નો ભાવતો ખોરાક સાપ છે, અને અવાર નવાર બંનેની લડાઈ જોવા મળતી હોય છે.


આ બંનેની લડાઈ એવી હોય છે કે અંત કોઈ એકના મોત સાથે જ આવતો હોય છે.


હાલ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમા સાપ અને નોળિયાની લડાઇ દેખાઇ રહી છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીઓ ગુજરાતનો હોય એવું ભાષા પરથી લાગી રહ્યું છે. અને કોઈના ઘરના બગીચામાં આ લડાઈ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક નોળિયો દિવાલ ઠેકી બગીચામાં ફરતો કોબ્રા સાપની સાથે લડાઈ કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ બગીચામાં ફરતો હતો અને તે દરમિયાન જ નોળિયો ત્યાં આવી પહોંચે છે.સાપનો શિકાર કરવા માટે નક્કી કરેલા આં નોળિયા એ તેને લલચાવી ધીરે ધીરે ઘા આપી ને મારી નાખે છે..

અને સાપને માર્યા પછી પોતાના મોઢામાં પકડી લઈ દીવાલ પર ચડીને બહાર લઈ જતો દેખાય છે.આ લડાઇમાં સાપ અને નોળિયા માંથી દેખાઈ રહ્યું છે કે વિજય નોળિયા નો થયો છે, જે અંતમાં જોઇ શકાય છે.


સાપ અને નોળિયા વચ્ચે જ્યારે લડાઈ થાય છે, ત્યારે મોટેભાગે નોળિયો જ જીત તો હોય છે

નોળિયો મોટેભાગની લડાઈમાં સાપનું કામ તમામ કરી દે છે. ઘણી વખત સાપ અને નોળિયા વચ્ચે લડાઈ પુરી ન થઈ જાય ત્યાં સુધી એ પણ નક્કી નથી કરી શકાતું કે જીત કોની થશે.