આંખના નંબર ઓછા કરવા માટે જલ્દીથી કરો આ ઘરેલું ઉપાય

2797

આંખના નંબર ઓછા કરવા માટે જલ્દીથી કરો આ ઘરેલું ઉપાય

આજ કાલના જીવનમાં ચશ્મા એ એક આમ વાત થઈ ગઈ છે મોટી ઉમરના વ્યક્તિથી માંડીને નાના બાળકોમાં પણ હવે આ મામૂલી વાત થતી જાય છે અને નાની ઉમરથી ચશ્મા હોય તો સમજવું કે નાની ઉમરે તેની આંખોમાં કેટલી ઊપણ હશે અને તે ઊપણને મટાડવા કરો ઘરે ઈલાજ અને કેટલા સમયથી પણ નબર હશે મળશે છૂટકારો આંખોના નંબર કાઢવા માટે કોઈ ઓપરેશન કે દવા લેવાની જરૂર નહીં પડે બસ કરો આટલું કામ તરત નીકળી જશે આંખોના નંબર.

આંખોમાં નંબર આવવાનું કારણ 

સૌથી અહેમ કારણ આંખોનું પૂરતું ધ્યાન ના રાખવું જેનાથી આંખોમાં જલ્દીથી નંબર આવે છે. બીજું કારણ છે, ભોજનમાં આવતું વિટામિન A ની ઊપણ જેનાથી નાની ઉમરે આંખો નબળી પાડવા લાગે છે. ત્યાર બાદ છેલ્લું કારણ છે કે, કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું અથવા મોબાઈલનો ઉપયોગ અથવા ટીવી જોવાના કારણે નબર જલ્દી આવે છે.

આટલા કારણોથી આપણી આંખોમાં નબર જલ્દીથી આવે છે અને ચશ્મા પેરવા પડે છે અને નાની ઉમરના બાળકોને પણ આ ચશ્માનો સહારો લેવો પડે છે થોડા એવા કારણો પણ છે જેનાથી નંબર આવી શકે છે કોઈને વારસાગત નંબર આવે છે અને કોઈને ધૂળ કે ધુમાડાના ઇન્ફેક્ષનથી પણ નંબર આવી શકે છે. અને ટીવી મોબાઇલના કારણે આ નબર વધી પણ જાય છે તો ચાલો આપણે જાણીએ કે આંખોની ઉણપ અને આંખોના નંબર કેવી રીતે દૂર કરવા અને આંખોનું ધ્યાન રાખવું.

આટલા પ્રયોગથી આંખોના નંબર ગાયબ અને આંખોની કમી થશે દુર.

પ્રથમ પ્રયોગ –

થોડી બદામ, સૂકી દ્રાક્ષ અને વરિયાળી આ ત્રણ વસ્તુને પીસીને તેનું ચૂર્ણ બનાવી લો, તેણે રાત્રે સૂતા પહેલા દૂધ સાથે લેવાથી આંખોની દ્રષ્ટિ વધે છે અને તે આંખોના નંબર વધવા દેતું નથી.  દૂધ થોડું હુંફાળું ગરમ લેશો તો વધુ સારું પરિણામ મળી શકશે.

બીજો પ્રયોગ –

શેરડી અને કેળાના સેવનથી આંખોનું તેજ વધે છે. શેરડીના એક ગ્લાસ રસમાં એક અર્ધુ લીંબુ નિચોવીને પીવાથી આંખોની દ્રષ્ટિનું તેજ વધે છે. શેરડીમાં ઘણા એવા તત્વ હોય છે આંખોને ઠંડક પણ આપે છે અને શરીર માટે પણ ખુબજ ફાયદાકારક હોય છે. ડાયાબીટીસ વાળાને ડોકટરે શેરડીના રસની મનાઈ કરી હોય તો તેમણે આ પ્રયોગથી દુર રહેવું.

ત્રીજો પ્રયોગ –

લીલા શાકભાજી ખાવા જોઈએ જેમકે, લીલા ધાણા/કોથમીર ખાવાથી આંખોનું તેજ વધે છે અને રોજે લીલા ધાણાનું જ્યુસ પણ કરીને પીવું જોઈએ જેનાથી આંખોના નંબર ઓછા થવામાં મદદ મળે છે. ત્યાર બાદ ગાજર, બીટ વગેરે પણ વધુ ખાવાના રાખો.

ચોથો પ્રયોગ –

ગુલાબ જળને આંખોમાં ટીપાં નાખવાથી આંખોને રાહત મળે છે આ કાર્ય 2 કલાકના અંતરે કરવું રાત્રે સૂતા સમયે પેલા એક વાર નાખવા અને 2 કલાક પછી બીજી વાર નાખી સૂઈ જવું આંખોને ખુબ જ રાહત મળશે. બજારમાં મળતા ભેળસેળ વાળા ગુલાબજળને બદલે શુદ્ધ ગુલાબજળ વાપરવાનો આગ્રહ રાખવો.

પાંચમો પ્રયોગ –

સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી રાત્રિના સમયે જોવાની ક્ષમતા વધારે છે. સૂકી દ્રાક્ષનું સેવન રાત્રે અને સવારે પણ કરવું જોઈએ જેનાથી શરીરમાં ઘણા એવા રોગોને પણ મટાડે છે અને રાત્રે સેવન કરવાથી આંખોને ખુબજ ફાયદો કરે છે. પણ સુકી દ્રાક્ષના વધુ પડતું સેવન ના થાય તેનું ધ્યાન રાખવું.

છઠ્ઠો પ્રયોગ –

રાત્રિના સમયે તાંબાના વાસણમાં પાણી ને ભરીને મૂકી દો અને તે પાણી સવારે પીવાથી શરીર માટે ઘણું લાભદાઈ છે અને તે જ પાણીથી સવારે આંખોને સાફ કરવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોના નંબરમાં ઉતારવામાં મદદ મળે છે.

આંખોને નુકશાન ના થાય એ માટે આ એક કામ ખાસ બંધ કરો. 

આંખોના નંબર કાઢવા માટે ઉપર જણાવેલા ઉપાયો કરજો. પણ સાથે અત્યારે તમારી સારી આંખોને નુકશાન ના થાય એ માટે ટીવી તથા મોબાઈલનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. કેમ કે, અત્યારના સમયમાં આ એક કામ જ એવું છે જેના કારણે 60% લોકોને આંખોના નંબર આવવાનો ચાન્સ વધુ રહે છે.

એક અગત્યની વાત અત્યારના બાળકોને નાની ઉમરે ચશ્મા આવી જાય છે. હા કોઈ બાળકને વારસામાં નંબર આવેલા હોય છે પણ અત્યારના મોટાભાગના બાળકોને ટીવી અને મોબાઇલના કારણે નંબર આવેલા હોય છે તેને કંટ્રોલમાં રાખવા માટે બાળકોને ટીવી અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું કહો અને તેને બહાર ખુલા મેદાનમાં રમવા માટે મોકલો જેથી તેની તબિયત સારી રહે અને આંખોને પણ કઈ નુકસાન ના થાય.