ચાલુ મેચમાં કર્યું પ્રપોઝ

675

ચાલુ મેચમાં કર્યું પ્રપોઝ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સીરિઝની બીજી મેચ ચાલી રહી છે. જોકે, બીજી મેચમાં પણ ભારતીય ટીમના બોલર્સનું પ્રદર્શન અસરકારક રહ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 390 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, મેચ જોવા માટે આવેલા એક ભારતીય દર્શકે અનેક લોકોના દિલ જીતી લીધા હતા.

આ ભારતીય યુવાને ચાલું મેચે ઓસ્ટ્રેલિયાની એક યુવતીને પ્રપોઝ કર્યું હતું. જે દ્રશ્ય કેમેરામાં રેકોર્ડ થઈ ગયું હતું. ભારતીય યુવકે ઓસ્ટ્રેલિયાની યુવતીને પ્રપોઝ કરતા તેણે હા પાડી દીધી હતી. ત્યાર બાદ યુવક અને યુવતીએ એકબીજાને હગ કરીને પોતાની ખુશી અભિવ્યક્ત કરી હતી. બ્રોડકાસ્ટ ફોક્સ તરફથી આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા વેબસાઈટ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જેના પર અનેક યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુવતી આ ભારતીય યુવાનનું પ્રપોઝલ સ્વીકારી લે છે અને રીંગનો પણ સ્વીકાર કરે છે.

આ દ્રશ્યો જોઈને ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ પણ રાજી થઈ ગયો હતો. તેણે મેદાન પર રહીને આ બંને વ્યક્તિઓ માટે તાલી પાડી હતી. રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે બીજી વન ડે રમાઈ છે. પ્રથમ વન ડે મેચમાં ભારતીય ટીમ 66 રનથી હારી ગઈ હતી. બીજી મેચમાં સ્મિથે સારી એવી સિદ્ધિ મેળવી હતી. તેણે 64 બોલમાં 100 રન ફટકાર્યા છે. ત્યાર બાદ વોર્નરે 83 રન ફટકાર્યા હતા. બીજી તરફ વિરાટ કોહલીએ અને કે.એલ. રાહુલે અડધી સદી ફટકારી છે

વિરાટ કોહલીએ 89 રન બનાવ્યા હતા જ્યારે ઐયરે 38 રન બનાવ્યા હતા. જોકે, આ બીજી મેચમાં પણ ભારતીય બોલરનું પર્ફોમન્સ એટલું અસરકારક રહ્યું ન હતું. ભારતીય ટીમની પ્રથમ વિકેટ 58 રને ખરી ગઈ હતી. ત્યાર બાદ 60 રને બીજી વિકેટ ખરી હતી. ત્યાર બાદ કોહલી અને ઐયરની જોડીએ રન કર્યા હતા.

પણ તે લાંબા સમય સુધી ટકી શકી ન હતી. 42 ઓવરના અંતે ભારતીય ટીમના કુલ 279 રન થયા હતા. જ્યારે ચાર વિકેટનું નુકસાન થયું હતું. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ટીમે સારૂ એવું દબાણ ઊભું કર્યું હતું. એક એવી પણ સ્થિતિ આવી હતી જેમાં વન ઓવરમાં કુલ 130 રનની ભારતને જરૂર હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.