પ્રિયંકા ગાંધી: રસ્તામાં જ તેઓ પોતાની કારની કાચ સાફ કરતા નજરે પડ્યા..

169

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના રામપુર જઇ રહ્યાં હતા. રસ્તામાં જ તેઓ પોતાની કારની કાચ સાફ કરતા નજરે પડ્યા. વિન્ડસ્ક્રીન સાફ કરતા પ્રિયંકાનો ફોટા વાયરલ થયો..

આ પહેલા દિલ્હીથી રામપુર જતા હતા ત્યારે હાપુડમાં પ્રિયંકાના કાફલાની કાર ટકરાઈ હતી. રાહતની વાત છે કે કોઈને ઈજા થઈ નથી. જણાવાયું છે કે પ્રિયંકાની કારનું વાઇપર ચાલતું ન હતું…

આને કારણે વિઝિબિલિટીની સમસ્યાને કારણે ડ્રાઇવરે અચાનક બ્રેક મારી, તો પાછળ આવી રહેલા વાહન ચાલકોને પણ બ્રેક મારવી પડી હતી. જેના કારણે વાહનો ટકરાઈ ગયા હતા. અકસ્માત બાદ પ્રિયંકા પોતાની કારના કાચ જાતે સાફ કરતા જોવા મળ્યાં હતા. અકસ્માત બાદ પ્રિયાંકાએ કારમાંથી નીચે ઉતારીને જાતે જ કાચ સાફ કર્યા હતા.