પ્રેમ અને એકતાનું અનોખું ઉદાહરણ

575

પ્રેમ અને એકતાનું અનોખું ઉદાહરણ

પ્રેમ અને એકતાનું અનોખું ઉદાહરણ…

હનુમાનજીના મંદિર માટે મુસ્લિમ વ્યક્તિએ ફાળવી 1 કરોડ રૂપિયાની જમીન,

65 વર્ષીય મુસ્લિમ વડીલે હનુમાન મંદિર બનાવવા માટે જગ્યા ઓછી પડતા 1 કરોડ રૂપિયાની જમીન દાન કરી દીધી, પ્રેમ અને એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક પ્રેમથી રહે છે. દરેક વ્યક્તિ એક બીજાના ધર્મનો આદર કરે છે. તાજેતરમાં પ્રેમનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. બેંગલુરુના એક મુસ્લિમ વડીલે હનુમાન મંદિરના નિર્માણ માટે 80 લાખથી 1 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી છે.

લોકો કરી રહ્યા છે પ્રશંસા
ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ, આ વડીલનો કાર્ગોનો વ્યવસાય છે. તેમનું નામ એચએમજી બશા છે. તેમની ઉંમર 65 વર્ષ છે. તેમણે મંદિર માટે જમીન દાન આપીને ઘણા લોકોનું દિલ જીતી લીધું છે. બેંગલુરુના કડુગોડીમાં બેલાથુરના બશા પરિવાર પાસે હોસાકોટ તાલુકના વાલાગેરેપુરામાં નાના હનુમાન મંદિરની પાસે જ 3 એકરથી વધુ જમીન છે.

મંદિર માટે જમીન ઓછી પડી તો દાન કરી દીધી.. આ મંદિર ત્રણ દાયકાથી વધુ જૂનું હોવાનું કહેવાય છે. જ્યારે બશાને લાગ્યું કે જગ્યા ઓછી છે, મંદિરમાં જગ્યા ઓછી હોવાને કારણે ભક્તોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું, ગામ લોકોએ પણ મંદિરને ફરીથી બનાવવાની યોજના બનાવી હતી,

પરંતુ તેમની પાસે પૂરતી જગ્યા નહોતી. જ્યારે મને આ વિશે ખબર પડી, મેં ત્રણ એકરમાંથી જમીન દાન આપવાનું નક્કી કર્યું.

નફરત ફેલાવીને શું મળશે?

આ જમીનનું લોકેશન ખૂબ જ સારું છે. અંહી નજીકથી જ ઓલ્ડ મદ્રાસ રોડ પણ પસાર થાય છે. બશાનો પરિવાર પણ સંમત છે. બશાએ કહ્યું, અમે આજે છીએ, કાલે અમે નહીં હોઈએ. આપણું જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. આવી સ્થિતિમાં એકબીજા સામે દ્વેષ ફેલાવીને શું પ્રાપ્ત મળશે. ગામના લોકો પણ આ વિસ્તારમાં બશાના આ ઉમદા કાર્યના પોસ્ટર લગાવ્યા છે.