કુંડામાં છોડનો વિકાસ ફટાફટ કરવો છે?

840

કુંડામાં છોડનો વિકાસ ફટાફટ કરવો છે? તો અપનાવો આ ટ્રિક

ઘણી વાર આપણને અનુભવ થયો હશે કે કુંડામાં રોપેલા છોડનો વિકાસ સારો નથી થતો.

તેમાં યોગ્ય પાણી, ખાતર, સુર્યપ્રકાશ પણ આપતાં હોઈએ તો પણ તેનો વિકાસ સારો ન થતો હોય તો તેમાં રોપવામાં કોઈ ભૂલ થઈ હોય તો આમ બને.

વૈજ્ઞાનિક રીતે ગોઠવવા જરૂરી છે. આમ, તો નીચે દર્શાવ્યા મુજબ કૂંડાને તૈયાર કરો.

કૂંડાની અંદર ખાતર-માટીના ત્રણ સ્તર બનાવો. તળિયાનું સ્તર મોટાં પથ્થરવાળી માટીનું રાખો.

નીચેના સ્તરમાં પાણીનો સંગ્રહ ન થાય તે માટે આમ કરવું જરૂરી છે. નીચેના ભાગમાં આવેલા કાણામાંથી વધારાનું પાણી નીકળી જાય છે.

વચ્ચેના ભાગમાં રેસાયુક્ત માટી હોવી જોઈએ. નાળિયેરના રેસા ઉત્તમ રેસા છે. રેસા પાણીને રોકી રાખે છે છતાં વધારાના પાણીને તે જવા દે છે.

જેથી પાણી સંગ્રહિત નથી થતું. આમ રેસા એ ગળણી જેવું કામ આપે છે. ઉપરનું સ્તર માટીનું હોય છે. આ માટી ભેજવાળી અને નરમ હોવી જોઈએ.

આ સ્તરમાં માટી-રેતીનું યોગ્ય મિશ્રણ હોવું જરૂરી છે. માટી-રેતીની સાથે યોગ્ય પ્રમાણમાં ખાતર મેળવવાથી છોડનો સારો વિકાસ થાય છે.