ઉત્તરપ્રદેશના સંભલમાં ખીજાયેલા પાડાએ પોલીસ સ્ટેશનમાં ઉત્પાત મચાવ્યો

175

ઉત્તરપ્રદેશના સંભલમાં ખીજાયેલા પાડાએ પોલીસ સ્ટેશનમાં ઉત્પાત મચાવ્યો હતો.


આ પાડાએ કોર્ટથી બાઈક પર આવતા PSIને શિંગડે ચઢાવ્યા હતા. બાઈકને માથું મારતાં PSI પડી ગયા હતા.


આ સાથે જ પાડાએ PSI શિવપ્રસાદને શિંગડાંમાં ભરાવી ઢસડ્યા હતા. આ ઘટના રવિવારે સાંજે બની હતી.


પોલીસ સ્ટેશનમાં ઘુસેલા પાડાએ પહેલા તો પરિસરમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. બાદમાં જેવા PSI આવ્યા કે તેમનો વારો કાઢ્યો હતો.


કેટલાક પોલીસકર્મીઓ બચાવવા ગયા તો પાડાએ તેમનો પણ પીછો કર્યો હતો. આ ઘટનામાં PSIને સામાન્ય ઈજાઓ થઈ છે.


આ ઘટનાનો વીડિયો ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

ઉત્તરપ્રદેશના સંભલમાં ખીજાયેલા પાડાએ પોલીસ સ્ટેશનમાં ઉત્પાત મચાવ્યો હતો. આ પાડાએ કોર્ટથી બાઈક પર આવતા PSIને શિંગડે ચઢાવ્યા હતા. બાઈકને માથું મારતાં PSI પડી ગયા હતા. આ સાથે જ પાડાએ PSI શિવપ્રસાદને શિંગડાંમાં ભરાવી ઢસડ્યા હતા. આ ઘટના રવિવારે સાંજે બની હતી. પોલીસ સ્ટેશનમાં ઘુસેલા પાડાએ પહેલા તો પરિસરમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. બાદમાં જેવા PSI આવ્યા કે તેમનો વારો કાઢ્યો હતો. કેટલાક પોલીસકર્મીઓ બચાવવા ગયા તો પાડાએ તેમનો પણ પીછો કર્યો હતો. આ ઘટનામાં PSIને સામાન્ય ઈજાઓ થઈ છે. આ ઘટનાનો વીડિયો ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on