નર્સ તરીકે ફરજ બજાવવામાં જ એને કોરોનાનો ચેપ લાગ્યો

245

નર્સ તરીકે ફરજ બજાવવામાં જ એને કોરોનાનો ચેપ લાગ્યો

શિખા ક્વોલિફાઇડ નર્સ છે અને છ મહિના સુધી મુંબઈની હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની ખડેપગે સેવા કરી હતી.

નર્સ તરીકે ફરજ બજાવવામાં જ એને કોરોનાનો ચેપ લાગ્યો હતો
શિખાએ શાહરુખ સાથે ‘ફૅન’ મુવીમાં પણ કામ કર્યું છે
કોરોનાકાળમાં પોતાનાં સેવાકીય કાર્યો માટે ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રાને ગુરુવારે પેરાલિસિસનો અટેક આવ્યો છે.

તેને કારણે એના શરીરનો જમણો ભાગ ખોટો પડી ગયો છે અને તે બોલી પણ શકતી નથી. તેની સારવાર માટે આ અભિનેત્રીને મુંબઈની કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અને ધીમે ધીમે રિકવર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હજુ ઑક્ટોબર મહિનામાં જ આ અભિનેત્રી કોરોનાવાઇરસના ચેપનો ભોગ બની હતી.

ગુરુવારે રાત્રે તેનું શુગર લેવલ અચાનક ભયજનક રીતે ઘટી ગયું અને તેને સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ હવે તે પેરાલિસિસનો ભોગ બની છે.

આ અભિનેત્રીના પબ્લિસિસ્ટ અશ્વની શુક્લાએ મીડિયાને આપેલી માહિતી પ્રમાણે ડૉક્ટરોના મતે શિખાને હજી થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.

અશ્વની શુક્લાના કહેવા પ્રમાણે સ્ટ્રોક આવ્યા પછી તરત જ શિખાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં ઇલાજનો ખર્ચો અતિશય વધારે હોવાથી તેને ત્યાંથી કૂપર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી…