ખાટલાને સ્ટેચર બનાવી નદી પાર કરી હોસ્પિટલ પહોંચાડ્યા…

342

રાણાવાવ પાસેના જાંબુ ગામના એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા ગામના લોકોએ જીવના જોખમે ખાટલાને સ્ટેચર બનાવી નદી પાર કરી હોસ્પિટલ પહોંચાડ્યા…રાણાવાવ પાસેના જાંબુ ગામના વ્યક્તિને હાર્ટ એટેક આવતા ગામલોકોએ જીવના જોખમે ખાટલાને સ્ટ્રેચર બનાવી નદી પાર કરી હોસ્પિટલ પહોંચાડ્યા..જાંબુ ગામના પરબતભાઇને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલ ખસેડવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે થોરા ગામમાં આવેલી મીંસરા નદી પર આવેલો બ્રિજ ભારે વરસાદથી રસ્તા ધોવાઈ ગયો હોવાથી 108 ગામમાં આવી શકે તેમ નહોતી.ત્યારે ગામલોકોએ ખાટલાને સ્ટ્રેચર બનાવી તેના પર દર્દીને રાખી જાનના જોખમે નદીના પાણી પાર કર્યાં હતા અને ટ્રેક્ટરમાં બેસાડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.કુતિયાણા તાલુકાનાં 14 ગામનો આ મુખ્ય રસ્તો છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી પુલનું કામ ચાલુ છે. 6 મહિનામાં પુલ બની જવાનું અધિકારીઓએ કહ્યું હતું, પણ હાલ ગોકળગાયની ગતિએ કામ ચાલતુ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાણાવાવના થોયા ગામમાં ભારે વરસાદથી ધોવાયેલા પુલ વચ્ચે જીવના જોખમે ગામના લોકો પુલ પસાર કરવાની ફરજ પડી રહી છે.