ઈટલીનું મધ્યયુગીન ગામ લાંબા સમયથી તળાવની અંદર હતું તે ફરી દેખાયું

419

ઈટલીનું મધ્યયુગીન ગામ લાંબા સમયથી તળાવની અંદર હતું તે ફરી દેખાયું…

ઈટલીનું એક મધ્યયુગીન ગામ જેને લોકો ભુતિયા ગામ પણ કહે છે, તે ઘણા લાંબા સમયથી તળાવની અંદર હતું પરંતુ તે હવે ફરી પુનર્જિવિત થઈ ગયું છે.

ઈતાલવી ગામ ફેબ્રિશ ડી કેરીનની સ્થાપના 13મી શતાબ્ધીમાં લોહારોના એક સમૂહે કરી હતી, અને તે લોખંડના ઉત્પાદન માટે પ્રસિદ્ધ હતું.

પરંતુ 1947માં એક હાઈડ્રોલેક્ટ્રિક ડેમ બનાવવામાં આવ્યો, ત્યારબાદ તે ગામના નિવાસીઓને પાસેના ગામ વાગલી ડી સોટા લઈ જવામાં આવ્યા.

ત્યારબાદ આ સુંદર ગામ હંમેશા માટે પાણીની નીચે સમાઈ ગયું. અહીં એક કુત્રિમ રીતે બનાવેલા તળાવમાં આ ગામ ડુબી ગયું. ભલે ગામ પાણીમાં ડુબી ગયું પરંતુ આજે પણ આ ગામની ઈમારતો, સિમેન્ટ્રી, પુલ અને ચર્ચ તમામ વસ્તુ આટલા વર્ષ બાદ પણ તેવુંને તેવું જ છે.


તમને જણાવી દઈએ કે, આ ગામ વિશે કહેવામા આવે છે કે, આ ગામમાં ખરાબ આત્માઓ અને ભૂત હતા, જેથી અહીં કુત્રિમ તળાવ બનાવી ગામને ડુબાડી દેવામાં આવ્યું હતું.


જ્યારથી આ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારથી અત્યાર સુધીમાં ચાર વકત તે ખાલી કરવામાં આવ્યો છે,


તે પણ રીપેરીંગ કાર્ય માટે. વર્ષ 1958, 1974, 1983 અને 1994માં આ ડેમ ખાલી કરવામાં આવ્યો હતો. જ્યારે આ ડેમ ખાલી કરવામાં આવ્યો ત્યારે લોકો આ ગામને જોવા માટે ખાસ આવતા રહે છે.


અંતિમ સમયે જ્યારે 1994માં આ ગામ દેખાયું હતું. તે સમયે ગામની જે તસવીરો લેવામાં આવી હતી, તેના પરથી જોઈ શકાય છે કે, આટલા વર્ષ પાણીમાં રહ્યા બાદ પણ આ ગામના ઘરોની દિવાલ તેવીને તેવી જ સહીસલામત છે.


વગલ દી સોતોના પૂર્વ મહાપોરીન દીકરી અનુસાર, એક વાર ફરી આ ગામ બધાની સામે આવ્યું છે. લારેંજા ગિયોર્ગીએ એક ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે,


આગામી વર્ષે તળાવને ખાલી કરી દેવામાં આવશે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, હું તમને સુચીત કરૂ છુ કે, કેટલાક સ્ત્રોતથી સામે આવ્યું છે કે,


આગામવર્ષ 2021માં સરોવર વાગલી ખાલી કરી દેવામાં આવશે. છેલ્લી વખત આ 1994માં ખાલી કરવામાં આવ્યું હતું,

જ્યારે મારા પિતા મહાપોર હતા અને તેમની પ્રતિબદ્ધતા અને અનેક પ્રયાસના કારણે, એક ગરમીમાં વાગલીના દેશમાં એક લાખથી વધારે લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેમણે આગળ લખ્યું છે કે, 1994માં મારા પિતાએ મને જણાવ્યું કે, આટીલ મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરવા મુશ્કેલ હતા અને આ બધુ તંત્ર પર બોઝો આપ્યા વગર કરવામાં આવ્યું હતું. મને આશા છે કે,

આગામ વર્ષે સોશિયલ નેટવર્કની મદદથી અમે આ પહેલા મળેલી સફળતાને ફરી સફળ બનાવીસું. સમાચાર અનુસાર, ઉર્જા કંપની ENEL, જે બાંધની માલીક છે,


તેણેકહ્યું છે કે, આ ક્ષેત્રમાં પર્યનને પ્રોત્સાહન આપવા માટે જળ નીકાસી પર વિચાર કરવામાં આવી રહ્યો છે.