ગીરના ફોરેસ્ટ ગાર્ડનો જંગલનો એક અદભુત વીડિયો સામે આવ્યો છે.

780

આ વીડિયો ગીર જંગલમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ અને રસ્તાની વચ્ચે બેસેલા સિંહનો છે.

અડધી રાત્રે ફોરેસ્ટ ગાર્ડ બાઈક પર ઘરે જઈ રહ્યા હોય છે, આ દરમિયાન એક સાવજ રસ્તાની વચ્ચોવચ્ચ જ બેઠો હોય છે.

સિંહને જોઈ ફોરેસ્ટ ગાર્ડ બાઈક ઉભી રાખી દે છે અને રસ્તો આપવા માટે તેની સાથે વાતચીત કરે છે.

આ ફોરેસ્ટ ગાર્ડ રસ્તા પરથી હટી જવા માટે મનામણા કરે છે..

અને મોંથી અવાજ પણ કાઢે છે. ફોરેસ્ટ ગાર્ડના શબ્દો અને મોંનો અવાજ સાંભળી સાવજ ઉભો થઈ જાય છે..

અને રસ્તા પરથી નીચે ઉતરી જંગલમાં જતો રહે છે. નાયબ વનસંરક્ષક ડૉ. અંશુમન શર્માએ આ વીડિયો શૅર કર્યો છે. જુઓ તે વિડીઓ…