મંજૂરી વગર ફ્લાઇટમાં ફોટોગ્રાફી

141

મંજૂરી વગર ફ્લાઇટમાં ફોટોગ્રાફી થશે તો ફ્લાઇટ બે સપ્તાહ સુધી સસ્પેન્ડ : ડીજીસીએ

કંગનાની મુંબઇની ફ્લાઇટમાં નિયમોના ભંગ થયા પછી તંત્ર હરકતમાં..

-કોરોનાની ગાઇડલાઇન અને એરક્રાફ્ટ રૂલ્સ 1937નું પાલન ન થઇ રહ્યું હોવાથી દરેક એરલાઇન્સને આદેશ.

હાલ માત્ર દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટો જ શરૂ કરવામા આવી હોય જોકે તેમાં કોરોનાની કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન ન થઇ રહ્યું તેવું જોવા મળ્યું છે ત્યારે..

આવી ફરિયાદો સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા જ અભિનેત્રી કંગના રાણાવત ચંદીગઢથી મુબઇની ફ્લાઇટમાં આવી રહી હતી ત્યારે

સોશિયલ ડિસ્ટન્સનું લોકો દ્વારા પાલન નહોતુ થઇ રહ્યું છે. તેથી ડીજીસીએએ આકરા આદેશ જારી કર્યા છે.

આ ઘટનાનો વીડિયો સામે આવતા હવે ડીજીસીએએ સુચના જારી કરીને કહ્યું છે, કે હવેથી ફ્લાઇટમાં કોઇ પણ વ્યક્તિ ફોટા પાડતી હશે.

અને સોશિયલ ડિસ્ટસનું પાલન નહીં કરી રહી હોય, તે ફ્લાઇટને જ બે સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવાશે.

ડીજીસીએ દ્વારા આ ઓર્ડરને પુરા દેશની બધી જ એરલાઇન્સોને મોકલવામાં આવ્યો છે.

તેથી હવેથી જો કોઇ દિલ્હીથી મુંબઇ આવતી ફ્લાઇટમાં આ ગાઇડલાઇનનો ભંગ કરતું જણાશે.

તો આ ફ્લાઇટને જ બે સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અભિનેત્રી કંગના રાણાવત એક ફ્લાઇટમાં બેઠેલી જોવા મળે છે.

જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ ત્યાં હાજર હતા.

આ ઘટનાની નોંધ લઇને ડીજીસીએએ કહ્યું છે કે હવેથી જો કોઇ પણ વ્યક્તિ ફોટોગ્રાફી કરતો જણાય અને સાથે કોવિડ ગાઇડલાઇનનો ભંગ થાય તો આવા કેસમાં બે સપ્તાહ સુધી આ ફ્લાઇટને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

આ સાથે જ કાયદા અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું હતું કે 1937ના એરક્રાફ્ટ કાયદા મુજબ નિયમ 13 કહે છે.

કે કોઇ પણ વ્યક્તિ ડીજીસીએ કે સિવિલ એવિએશન મંત્રાલયની અનુમતી વગર ફ્લાઇટની અંદર કોઇ જ ફોટોગ્રાફી ન કરી શકે.

ડીજીસીએના જણાવ્યા અનુસાર આ કાયદો હોવા છતા તેનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે.

આ નિયમો નું યોગ્ય રીતે પાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તેથી હવેથી જો કોઇ ફોટોગ્રાફી કરતુ ફ્લાઇટમાં જણાય તો તે ફ્લાઇટને રદ કરી દેવાશે.