મુંબઈના વિક્રોલી વિસ્તારમાં મફતમાં જમીન

357

મુંબઈના વિક્રોલી વિસ્તારમાં મફતમાં જમીન

મુંબઈના વિક્રોલી વિસ્તારમાં સોમવારે મફતમાં જમીન મળવાની અફવા ફેલાઈ… જમીન પર કરવા લાગ્યા કબ્જો. જુઓ વિડિયો…

સેંકડો લોકો વિક્રોલીના બહારના વિસ્તારમાં હાજર ખાલી જમીન પર પહોંચ્યાં.

ત્યાં ટેન્ટ લગાવી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક તંત્રએ આ લોકોને ઘણી વખત સમજાવ્યા કે કોઈ જમીન ફાળવવામાં આવી નથી. તેમ છતાં મંગળવાર સવારે સુધી લોકો અહીંથી ટેન્ટ હટાવવા માટે તૈયાર નથી.

વિક્રોલી પોલીસના જણાવ્યા પ્રમાણે, સોમવારે અફવા ઊડી હતી કે 100 એકરની જમીનના માલિકનું મોત થઈ ગયું છે અને તેમની દીકરી ગરીબોને જમીન વહેંચી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું કે જે લોકોએ જમીન પર કબજો કર્યો છે તેમને જમીન મફત આપવામાં આવી રહી છે.

તપાસમાં સામે આવ્યું છે કે સરકારી જમીન છે અને કોઈએ મજાકમાં આ અફવા ઉડાવી છે. ઘટનાનો વિડિયો સામે આવ્યા છતાં પોલીસે અત્યારસુધી કોઈ કેસ નોંધ્યો નથી.

વિક્રોલી પોલીસે BMC કર્મચારીઓ સાથે અમુક દબાણ હટાવી દીધું, પણ અમુક લોકો હાલ પણ મફતમાં જમીન મેળવવાની આશાએ આ વિસ્તારમાંથી ખસવા માટે તૈયાર નથી. સ્થાનિક શિવસેના ધારાસભ્ય સુનીલ રાઉતે કહ્યું હતું કે અમે લોકોને સરકારી જમીન પર કબજો કરવાની મંજૂરી ન આપી શકીએ. અધિકારીઓને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે લોકોએ તેમના માટે 300-400 ચોફૂટ વિસ્તાર પર કબજો કર્યો છે