પપ્પા ઇન્સ્પેક્ટરે ડીએસપી પુત્રીને સલામ કર્યુ

367

પપ્પા ઇન્સ્પેક્ટરે ડીએસપી પુત્રીને સલામ કર્યુ

જ્યારે પિતા પુત્રીને સલામ કરે છે ત્યારે પિતા માટે આનાથી વધુ કોઈ ગર્વની ક્ષણ હોય શકે નહીં. આ તસવીર આંધ્રપ્રદેશના તિરૂપતિની છે. સર્કલ ઇન્સ્પેક્ટર વાય શ્યામ સુંદર ડીએસપી પુત્રી જેસી પ્રશાંતિને સલામ કરી રહ્યા છે. તેમના બંને ચહેરા પર સ્મિત સાથે ગૌરવની ભાવના છે.
.
.
પિતા-પુત્રી હાલમાં રાજ્ય પોલીસની ડયૂટી મીટ ‘ઇગ્નાઇટ’માં ભાગ લેવા તિરૂપતિમાં છે.

તિરૂપતિના એસપી રમેશ રેડ્ડીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરની પ્રશંસા કરી હતી.
.
.
આંધ્રપ્રદેશ પોલીસે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું છે કે, “વર્ષની પ્રથમ ડયૂટી મીટે એક પરિવારને ભેગો કરી દીધો. ખરેખર એક દુર્લભ અને ભાવનાત્મક દ્રશ્ય!”
પ્રશાંતિએ કહ્યું- પેરેન્ટ્સ ઇચ્છતા હતા કે દેશની સેવા કરું પ્રશાંતિ એન્જિનિયરિંગ કર્યા પછી 2018માં આંધ્રપ્રદેશ સર્વિસ કમીશન ગ્રૂપ 1માં સિલેક્ટ થઈ.
.
.

પ્રશાંતિએ એક અંગ્રેજી સમાચાર વેબસાઇટને કહ્યું, “મારા પિતા ઇચ્છતા હતા કે હું ભારતીય વહીવટી સેવા (આઈએએસ)માં જઉં. જો કે, હું તેમાં સફળ થઈ શકી નહીં.
હું પછી ગ્રૂપ 1માં જોડાઇ અને તેમાં મારી પસંદગી થઈ. નાનપણથી જ, મારા માતાપિતા ઇચ્છતા હતા કે હું દેશની સેવા કરું. મારી નાની બહેન આંધ્રપ્રદેશની સરકારી ડેન્ટલ કોલેજમાં સહાયક પ્રોફેસર છે.”