કરોડપતિ ચોર

375

કરોડપતિ ચોર 

આ છે કરોડપતિ ચોર જે ત્રણ માણના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો..

ચોરી કર્યા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો…

છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉસેડી લીધો હતો.

પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઇ રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેનો સાગરીત અગાઉથી જેલમાં હોઈ પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ શરૂ કરી હતી. આનંદે 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી હતી. ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી કર્યા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો. આનંદ એક સમયે ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો હતો અને 19 લાખની કાર પણ બુક કરાવી હતી.

નવેમ્બર મહિનામાં રાજકોટના મિલપરામાં મકાનનાં તાળાં તોડી તસ્કરો રૂ.2.50 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, એ જ સમયગાળામાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા રૂ.13 લાખ અને સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી. છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધતાં પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાની ચોરી થઈ હતી એ સ્થળે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં જે સ્ટાઇલથી ચોરી થઈ હતી અને જે શખસ દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસિંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને દૃઢ શંકા ઊઠી હતી, આથી પોલીસે આનંદ અને તેના પિતાની ધરપકડ કરતાં તેણે જ ચોરી કર્યાની કબૂલાત આપી છે.

આનંદે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિનામાં રામકૃષ્ણનગર, મિલપરા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં થયેલી ચોરી સહિત 12 ચોરી કબૂલી હતી. પોલીસે આરોપી પિતા-પુત્ર પાસેથી રૂ.10.50 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા રૂ.3.19 લાખ, રૂ.1.25 લાખનાં 2 બાઇક અને રૂ.7 હજારની ઘડિયાળ સહિત કુલ રૂ.15,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો