ગુજરાતના આ શહેરમાં બનશે દુબઈ મલેશિયા જેવી ઇમારતો

980

હવે ગુજરાતના આ શહેર માં બનશે દુબઈ મલેશિયા જેવી 70 માળ જેટલી ગગનચુંબી ઇમારતો…

મુખ્યમંત્રીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો
આ નિર્ણયથી જમીનોની કિંમત ઓછી થશે..

અને મકાનો સસ્તા થશે તેમજ સામાન્ય વ્યક્તિને એફોર્ડેબલ મકાનો મળી શકશે
રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી CGDCR-2017માં ટોલ બિન્ડિંગ–ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે રાજ્યના મોટા શહેરોમાં 70થી વધુ માળની બિલ્ડીંગ બની શકશે, રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ 22-23 માળના ઊંચા મકાનોના સ્થાને હવે 70થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે. તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે.

ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ: ઊંચાઇ) 1:9 કે વધુ હોય તેને લાગુ થશે.

બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનીકલ કમિટીની રચના થશે, આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDAમાં એવા વિસ્તારમાં લાગુ થશે. જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI 1.2 કે તેથી વધારે મળવાપાત્ર છે.

આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનીકલ કમિટીની રચના થશે. સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશિયલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.

૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના DP,TPના રસ્તા પર મળવાપાત્ર થશે. 150 મીટરથી વધુ ઉંચાઇ માટે પ્લોટ સાઇઝ 3500 ચો.મીટર હશે..

100 થી 150 મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2500 ચો.મીટર તેમજ 150 મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ 3500 ચો.મીટર મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે. જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે.

તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ 50 ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે.