આરબ દેશ યમનના એડન એરપોર્ટ પર બુધવારે મોટો વિસ્ફોટ થયો

407

આરબ દેશ યમનના એડન એરપોર્ટ પર બુધવારે મોટો વિસ્ફોટ થયો

બ્લાસ્ટ પહેલાં દેશની નવી કેબિનેટના મંત્રીઓને લઈને એક વિમાન લેન્ડ થયું હતું. વિમાન ઉતરતા જ તેની પાસે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન ફાયરિંગ પણ થયું.

બ્લાસ્ટમાં 22 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. જો કે આંકડો હજુ વધી શકે છે. રિપોર્ટ મુજબ, વિમાનમાં વડાપ્રધાન મીન અબ્દુલ મલિક સઇદ પણ હાજર હતા.સરકારના કોઈ મંત્રી ઘાયલ થયા હોવાની માહિતી નથી.

વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધી શકે છે. એરપોર્ટ પર હાજર અધિકારીઓનું કહેવું છે કે તેઓએ એરપોર્ટ પર અનેક મૃતદેહ જોયા છે. અધિકારીઓએ પોતાની ઓળખ નથી વ્યક્ત કરી, કેમકે તેઓને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નથી. ઘટના પછી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં એરપોર્ટની ઈમારતની પાસે કાટમાળ અને તૂટેલા કાચ જોવા મળી રહ્યાં છે.

યમન ઘણાં સમયથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. એક સમજૂતી અંતર્ગત અહીંના વડાપ્રધાન સઇદની સાથે સરકારના અનેક મંત્રી એડન પરત ફરી રહ્યાં હતા. આ સમજૂતી ગત સપ્તાહે જ પ્રતિદ્વંદ્વી જૂથના અલગતાવાદિઓની સાથે કરાઈ હતી.

મલિકની સરકારને ઈન્ટરનેશનલ સ્તરે માન્યતા પ્રાપ્ત છે. અનેક વર્ષોથી ચાલી રહેલા ગૃહયુદ્ધ દરમિયાન તેઓ મોટાભાગનો સમય નિર્વાસિત રહ્યાં. આ સરકાર સાઉદી અરબની રાજધાની રિયાધથી કામ કરી રહી હતી.

સાઉદી આરબમાં રહેતા યમનના રાષ્ટ્રપતિ અબેદ રબ્બો મંસૂર હાદીએ આ મહિનાની શરૂઆતમાં મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરી હતી. જેને અલગતાવાદીઓ ની સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની દિશામાં મોટા પગલા તરીકે જોવાયું હતું.

યમનની સાઉદી અરબ સમર્થિત સરકાર ઈરાનના સમર્થનવાળા વિદ્રોહીઓની સાથે યુદ્ધ કરી રહી છે. તેમનો ઉત્તરી યમનની સાથે-સાથે દેશની રાજધાની સના પર પણ નિયંત્રણ છે. ગત વર્ષે વિદ્રોહીઓએ એડનમાં એક મિલ્ટ્રી બેઝમાં ચાલી રહેલી પરેડમાં મિસાઈલ છોડી હતી. જેમાં અનેક સૈનિકો માર્યા ગયા હતા