સ્પ્લેન્ડર બાઈકનું એન્જીન અને કર્યું એવું બધું ભેગું કરી મોડિફાય, કે જોઈને ઉડી જશે તમારા હોશ..

1845

હીરો મોટોકોર્પ દુનિયાના સૌથી મોટા મોટરસાઈકલ ઉત્પાદકોમાંના એક છે. હીરો સ્પેલન્ડર બાઈક કંપનીની સૌથી વધુ પોપ્યુલર અને ટોપ સેલિંગ બાઈક છે.

હીરો સ્પ્લેન્ડરનું વેચાણ દર મહિને રેકોર્ડ સ્તર પર રહે છે. પરંતુ અમે જે બે સ્પ્લેન્ડર બાઈક વિશે માહિતી આપવાના છે, તે અસર સ્પ્લેન્ડરથી અલગ છે. આ બંને સ્પ્લેન્ડર બાઈકમાં લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ કરીને તેને મોડિફાય કરાયા છે. મોડિફાય કર્યા બાદ બંને સ્પ્લેન્ડરને ઓળખવા મુશ્કેલ બન્યા છે.

જુઓ મોડિફાઈડ બાઈક

અહીં બાઈકની ફ્રેમ કાપીને તેને નાની કરી દેવાઈ છે. સાથે જ પિલિયન રાઈડરની સીટ હટાવીને તે ભાગ પણ નાનો કરી દેવાયો છે. બાઈકના હેડલેમ્પથી લઈને ટેલલાઈટની ફ્રેમ આખી બદલી દેવાઈ છે.

શાનદાર લુક

આ બાઈક આખું કસ્ટમાઈઝ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક પાર્ટ્સ અલગથી જોડવામાં આવ્યા છે. બાઈકમાં બજાજ પલ્સરની ટાંકી અને સાઈડ પેનલ લગાવવામાં આવી છે.

જબરદસ્ત લાગી રહી છે બાઈક

બાઈકમાં નવા અલૉય વ્હીલ, ટાયર, મડગાર્ડ, અને બિલકુલ અલગ જ દેખાય એવી સ્કેલેટન હેડલાઈન લગાવવામાં આવી છે. બાઈકના એક્ઝોસ્ટનો લૂક પણ બદલી દેવાયો છે, જેને કારણે તે પહેલા કરતા અલગ અવાજ કરે છે.

બાઈક પાવર

જો કે બાઈકના એન્જિન સાથે કોઈ ચેડા નથી કરાયા. આમાં એ જ જૂનું સ્પેલન્ડરનું 100 સીસી એન્જિન લગાવાયેલું છે, જે બાઈકને એટલો જ પાવર આપે છે.

2 લાખ રૂપિયાનો ખર્ચ થયો

બાઈક ખરીદનારે કહ્યું કે બાઈકના પર્ફોમન્સમાં કોઈ ફરક નથી કરવામાં આવ્યો. બંને બાઈક જોવામાં કેટીએમ ડ્યૂક જેવી લાગી રહી છે. તેમને મોડિફાય કરીને લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

અમારો વિચાર

દેશમાં ઘણા બાઈક લવર્સ પોતાની બાઈકને અલગ લૂક આપવા મોડિફાય કરાવે છે. તેમાં ઘણો ખર્ચ પણ થાય છે. દેશમાં બાઈક અને કાર મોડિફાય કરી આપતી શોપ્સ પણ છે. જ્યાં તમારા બાઈકને મનપસંદ લૂક આપવામાં આવે છે. જો કે ભારતીય મોટર વાહન નિયમ અનૂસાર બાઈકને ખોટી રીતે મોડિફાય કરવું ગેરકાયદે છે અને તેના માટે દંડ પણ થઈ શકે છે.