દેશની પ્રથમ સુવર્ણ જડિત શિવ પ્રતિમા વડોદરામાં બની રહી છે, સર્જાશે! વિશ્વ રેકોર્ડ..

787

શહેરના સુરસાગર તળામાં 111 ફૂટ ઉંચી સુવર્ણજડીત દેવાનો દેવ મહાદેવની મુર્તિ જોઇ તમે પણ કહેશો વાહ:

રાજ્યની સૌથી ઉંચી તેમજ વિશ્વની પ્રથમ 250 કિલો સુવર્ણ જડિત શિવ પ્રતિમા વડોદરામાં તૈયાર થવા જઈ રહી છે.


આજથી 25 વર્ષ પહેલાં એટલે કે સન 1996માં પ્રખ્યાત મૂર્તિકાર માથુરામ વર્મા દ્વારા ભારતની પ્રથમ 111 ફૂટ ઊંચી શિવ પ્રતિમા વડોદરાના સુરસાગર તળાવ ખાતે બનાવવામાં આવી હતી.

જે સર્વેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. શિવ પ્રતિ ની વાત કરીએ તો શિવજી પ્રતિમામાં નાગ, રુદ્રાક્ષ, જટા બનાવવા માં ખાસ ધ્યાન આપવું પડતું હોય છે.

આ પ્રતિમા બનાવવા માટે તપશ્યા કરવી અનિવાર્ય છે તેમ મૂર્તિકાર જણાવી રહ્યા છે. મૂર્તિકાર માથુરામ વર્માના શિષ્ય તારાચંદને આ 111 ફુટ ઉંચી શિવ પ્રતિમા પર સુવર્ણ ચડાવવા નો અવસર પ્રાપ્ત થયો છે.


સૌ પ્રથમ શિવ પ્રતિમા પર 1 હજાર કિલો તાંમ્બાની પરત ચડાવવામાં આવશે, ત્યાર બાદ 250 કિલો સોનુ ચડાવવામાં આવનાર છે.


હાલ મૂર્તિની સાફ સફાઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા દેશની પ્રથમ સુવર્ણ જડિત શિવ પ્રતિમા બની વિશ્વ રેકોર્ડ સર્જવા જઈ રહી છે.