નવા વર્ષે મોબાઇલ ધારકોને મોટો ઝટકો!

221

નવા વર્ષે મોબાઇલ ધારકોને મોટો ઝટકો!

ટેલીકોમ કંપનીઓ ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીથી મોબાઇલ ટેરિફમાં 15થી 20 ટકાનો વધારો કરી શકે છે. ટેલીકોમ કંપનીઓનું કહેવુ છે કે નુકસાનના કારણે તે આવુ કરવા મજબૂર છે. જણાવી દઇએ કે એજીઆરના કારણે આ નાણાકીય વર્ષમાં મોટાભાગની ટેલીકોમ કંપનીઓને ભારે નુકસાન થયુ છે. એક અહેવાલ અનુસાર વોડાફોન-આઇડિયા ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીથી પોતાના મોબાઇલ ટેરિફમાં 15થી 20 ટકાનો વધારો કરી શકે છે.

સૂત્રો અનુસાર ભારતી એરટેલ પણ ટેરિફમાં વધારો કરી શકાય છે જો કે આ અંગે રિલાયન્સ જિયોએ પગલુ લીધા બાદ જ કદાચ કોઇ નિર્ણય લે.

શું છે વધારાનું કારણ

જણાવી દઇએ કે એવુ અનુમાન લગાવવામાં આવ્યું છે એજીએસ અને અન્ય કારણે થતા ભારે નુકસાનને ઉકેલવા માટે કંપનીઓને ટેરિફમાં 25 ટકા સુધીનો ભારે વધારો કરવો પડશે. પરંતુ એકવારમાં આ વધારો શક્ય નથી. તેથી કંપનીઓ બે અથવા ત્રણ વારમાં આવુ કરવાનો નિર્ણય લઇ શકે છે.

ત્રણેય પ્રમુખ ટેલીકોમ કંપનીઓએ તેની પહેલા ડિસેમ્બર 2019માં ટેલીકોમ ટેરિફ વધાર્યા હતા. વર્ષ 2016માં રિલાયન્સ જિયોના આ માર્કેટમાં ઉતર્યા બાદ જબરદસ્ત પ્રાઇસ વૉર શરૂ થયુ હતુ. જે બાદ 2019માં પહેલીવાર કંપનીઓએ ટેરિફ વધાર્યા હતાં.

શા કારણે થઇ રહ્યું છે નુકસાન

સપ્ટેમ્બર 2020 સુધીના આંકડાઓ અનુસાર પ્રતિ ગ્રાહક સૌથી વધુ કમાણી ભારતી એરટેલે કરી છે. ભારતી એરટેલના પ્રતિ ગ્રાહક સરેરાશ રેવન્યૂ (ARPU ) 162 રૂપિયા છે, જ્યારે રિલાયન્સ જિયોનું 145 રૂપિયા અને વીઆઇપી એટલે કે વોડાફોન આઇડિયાનુ ફક્ત 119 રૂપિયા.

સરકાર દ્વારા વસૂલવામાં આવતા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR )ના કારણે ભારતની ટેલીકોમ કંપનીઓને ભારે નુકસાન થયુ છે. વોડાફોન આઇડિયાને ગત વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ ઇતિહાસના સૌથી વધુ 50,921 કરોડ રૂપિયાનો સૌથી મોટુ નુકસાન થયુ હતુ.

જો કે સુપ્રીમ કોર્ટે એજીઆર લોન ચુકવવા માટે સમય આપ્યો છે. કોર્ટે કંપનીઓને એજીઆર લોન ચુકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો છે. આ નિર્ણયથી વોડાફોન આઇડિયા અને એરટેલને ખાસી રાહત મળી છે. દૂરસંચાર કંપનીઓની લોન ચુકવવા માટે આ સમય કેટલીક શરતો સાથે આપવામાં આવ્યો છે.

સોર્સ