છોકરીએ દારૂની દુકાનમાં તોડી 500 બાટલી

327

છોકરીએ દારૂની દુકાનમાં તોડી 500 બાટલી

એક સુરક્ષા કર્મચારીએ મહિલાને પકડીને બહાર લઈ તા પહેલા પાંચ મિનિટ સુધી હંગામો ચાલ્યો. નાની ક્લિપમાં મહિલાને એક હુડી અને પીળા કલરની પેન્ટમાં જોઇ શકાય છે

એક છોકરીએ બ્રિટેન (UK)ના હર્ટફોર્ડશાયરમાં એક સ્ટોરના કબાટમાંથી દારૂની 500 બાટલીઓ તોડી દીધી. ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, એક સુરક્ષા કર્મચારીએ મહિલાને પકડીને બહાર લઈ તા પહેલા પાંચ મિનિટ સુધી હંગામો ચાલ્યો. નાની ક્લિપમાં મહિલાને એક હુડી અને પીળા કલરની પેન્ટમાં જોઇ શકાય છે, જ્યારે શરાબ, બીયર અને અન્ય સ્પિરિટની બાટલીઓ તોડે છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રિપોર્ટ્સ પ્રમાણે, જ્યારે દુકાનદાર તેને શાંત કરવાનો પ્રયત્ન કરે છે, તો મહિલા તેના પગ પર જિનની બોટલ ફેંકે છે. ધરપકડ થતાં પહેલા મહિલા તૂટેલી બોટલ પર સ્લિપ થઈ ગઈ અને તેનો જમણો હાથ કપાઇ ગયો.

એક ટ્વિટર યૂઝર, જેણે વીડિયો શૅર કર્યો છે, તેણે પૂછ્યું કે પોલીસે આ ઘટના પર પ્રતિક્રિયા કેમ ન આપી અને પ્રબંધકે કાર્યવાહી કેમ ન કકરી જેથી મહિલાને જલ્દી તે ક્ષેત્રમાંથી બહાર કાઢી શકાય. મહિલાની પછી ધરપકડ કરવામાં આવી. હાત કપાઇ જવાને કારણે સૌથી પહેલા તેને હૉસ્પિટલ લઇ જવામાં આવી અને સારવાર કરાવવામાં આવી. જે સમયે આ ઘટના થઈ, તે વખતે ત્યાં 50થી વધારે લોકો હાજર હતા.

હર્ટફૉર્ડશાયર પોલીસે એક નિવેદનમાં કહ્યું, “પોલીસને બુધવારે બપોરે લગભગ 2.30 વાગ્યે ફર્ડેડ્સ વે, સ્ટીવનજમાં એલ્ડિ સુપરમાર્કેટમાં એક ઘટનાનો રિપોર્ટ કરવા બોલાવવામાં આવી હતી.”.

તેમણે જણાવ્યું કે સૂચના મળી હતી કે મહિલા દ્વારા શરાબની કેટલીય બાટલીઓ જમીન પર ફેંકવામાં આવી હતી અને તોડ-ફોડ કરવામાં આવી હતી. અધિકારી પહોંચ્યા અને મહિલાની ધરપકડ કરી. તેના હાથમાં થયેલી ઇજાની સારવાર માટે તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી અને હવે તે પોલીસ કસ્ટડીમાં