બાબા કા ઢાબા ના માલિકને કેટલા રૂપિયા ખાતામાં આવ્યા

430

બાબા કા ઢાબા ના માલિકને કેટલા રૂપિયા ખાતામાં આવ્યા

બાબા કા ઢાબા વિવાદ : જાણો બાબા ને કેટલા રૂપિયા ખાતામાં આવ્યા હતા ! આકડો વાંચી ચોકી જશો !

બાબા કા ઢાબા વિવાદ કેસમાં દિલ્હી પોલીસે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદના ખાતામાં લગભગ 42 લાખ રૂપિયા આવ્યા છે.

કાંતા પ્રસાદે કોર્ટમાં અરજી કરીને હિસાબ માગ્યો હતો. આ તરફ દિલ્હી પોલીસ આ કેસમાં યુટ્યૂબર ગૌરવ વાસનના લિંક ખાતાંને ખંખેરી રહી છે. આ કેસમાં હાલ કોઈની પણ ધરપકડ કરાઈ નથી, ના તો ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

દક્ષિણ જિલ્લા DCP અતુલ કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પર દિલ્હી પોલીસે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી દીધો છે. દક્ષિણ જિલ્લાના વરિષ્ઠ પોલીસસૂત્રોનું કહેવું છે કે બાબાના ખાતામાં 42 લાખ રૂપિયાથી વધુ આવ્યા છે.

યુટ્યૂબર વાસને સોશિયલ મીડિયા પર પોતાનું અને પત્નીનું અકાઉન્ટ શેર કર્યું હતું. ગૌરવ વાસને પણ તમામ પૈસા બાબાને આપી દીધા હતા, પણ 4.20 લાખ રૂપિયા માટે વિવાદ હતો, જેના માટે બાબાએ માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ગૌરવ વાસન વિરુદ્ધ છેતરપિંડીની એફઆઈઆર કરી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે ગૌરવ વાસને અન્ય બીજા પણ બેન્ક ખાતાં શેર કર્યાં છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

બાબાએ નવી રેસ્ટોરાં ખોલી છે. અહીં તેમણે સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા પણ લગાવડાવ્યા છે. બાબાની આ નવી રેસ્ટોરાંમાં ગ્રાહકો માટે સારીએવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, સાથે જમવાનું બનાવવા માટે મોટું રસોડું પણ છે.