અઢી વર્ષના બ્રેઈનડેડ બાળકે ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી સાત વ્યક્તિને નવું જીવન

227

અઢી વર્ષના બ્રેઈનડેડ બાળકે ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી સાત વ્યક્તિને નવું જીવન

અઢી વર્ષના બ્રેઈનડેડ બાળકે ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી સાત વ્યક્તિને નવું જીવન આપવામાં સફળતા મળશે..

સુરતથી ચેન્નાઈનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના 4 વર્ષના બાળકમાં કરાયું.

ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું
રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી એક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે.

અઢી વર્ષના જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. પત્રકાર પિતાએ સંમતિ આપતાં જ જશનું હ્રદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે.

કારણ કે રશિયાના 4 વર્ષના બાળકને જશના હ્રદયનું અને યુક્રેનના 4 વર્ષા બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.
ઘરે રમતી વખતે પડી જતા બ્રેઈનડેડ થયો..

જશ સંજીવભાઈ ઓઝા (ઉ.વ.આ.2.5વર્ષ) બુધવાર, તા. ૯ ડીસેમ્બરના રોજ જશ પડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો.

પરિવારજનોએ તેને તાત્કાલિક ભટારમાં આવેલ અમૃતા હોસ્પિટલમાં ડૉ.સ્નેહલ દેસાઈની સારવાર હેઠળ દાખલ કરી. સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.