ફોર્બ્સ 2020 સૌથી વધુ કમાણીમાં અક્ષય કુમાર 52મા સ્થાને

324

ફોર્બ્સ 2020 સૌથી વધુ કમાણીમાં અક્ષય કુમાર 52મા સ્થાને 

દુનિયામાં ટોપટોપ કમાણીમાં અક્ષય કુમાર 356 3 હાઈએસ્ટ પેડ સેલેબ્સ કરોડ 1 2 3 રૂપિયા કાઈલી કાજે રોઝર કમાણી જેનર વેસ્ટ ફેડ ૨૨ 52 ફોર્બ્સ રેન્ક 4 5 ક્રિસ્ટિયાનો લિઓનલ રોનાલ્ડો
વિખ્યાત અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2020ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની 100 સેલિબ્રિટીઓની યાદી બહાર પાડી છે.

તેમાં અક્ષય કુમાર 52મા સ્થાને રહેલો અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલેબ બન્યો છે. કોરોનાને કારણે આ વર્ષે એની કમાણીમાં 88 કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું છે.

તેમ છતાં તેણે આ વર્ષે 356 કરોડ રૂપિયાની તોતિંગ કમાણી કરી. એટલું જ નહીં, આ વર્ષે એ જેકી ચેન અને જેનિફર લોપેઝ જેવી સેલિબ્રિટીઓ કરતાં પણ વધુ પૈસા કમાયો છે.2019ના વર્ષમાં એની કમાણી 444 કરોડ રૂપિયા હતી,

જેમાં 88 કરોડ ઘટાડો થઈને આ વર્ષે એ 356 કરોડ રૂપિયા કમાયો છે. ગયા વર્ષે અક્ષય આ લિસ્ટમાં 51મા ક્રમે હતો. જ્યારે 2018માં 270 કરોડ રૂપિયાની કમાણી સાથે 76મા ક્રમે હતો.

100 કરોડની કમાણીની આશાફોર્બ્સના કહેવા પ્રમાણે અક્ષય સૌથી વધુ ફિલ્મોમાંથી જ કમાયો છે. આ મેગેઝિન લખે છે કે અક્ષય બેન્કેબલ સ્ટાર છે અને બચ્ચન પાંડે, બેલ બોટમ જેવી એની અપકમિંગ ફિલ્મોથી લગભગ 100 કરોડ રૂપિયા જેટલી રકમ ઊસેટી લેશે.

કાઇલી જેનર સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીઆ લિસ્ટ પ્રમાણે અમેરિકાની મીડિયા પર્સનાલિટી, મૉડલ અને બિઝનેસ વુમન કાઇલી જેનર વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી છે. એણે આ વર્ષે લગભગ 4340 કરોડ રૂપિયાની કમાણી કરી છે