આ છોકરી છે ! ૧૪ વર્ષની પણ એને પાળ્યા છે, છ-છ જાયન્ટ અજગર…વાંચો સ્ટોરી!

592

પુખ્ત વયના લાંબા કદના અજગરને કોઈ દૂરથી પણ જુએ તો ભલભલાનાં હાજાં ગગડી જાય અને ત્યાંથી પળવારમાં કલ્ટી મારી દે. જોકે ઇન્ડોનેશિયામાં પરિસ્થિતિ જુદી છે.

અહીં સાપ અને અજગર સાથે લોકો બહુ સહજતાથી ડીલ કરી લેતા હોય છે. જોકે અહીં ૧૪ વર્ષની ઇસ્માહ કમાલ નામની કન્યાની વાત જ અનોખી છે.

તેણે અજગર પાળ્યા છે અને એ તેની સાથે ઘરમાં જ રહે છે. આ પાઇથનની સાઇઝ એવડી છે કે એ કોઈ પુખ્ત વયના માણસને પણ આખેઆખો ગળી જઈ શકે.

જોકે ઇસ્માહના ઘરમાં દસથી પંદર ફુટના છ-છ અજગરો પાળેલા છે.

ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા વિડિયોમાં તે અજગર સાથે નહાતી, રમતી અને મસ્તી કરતી જોવા મળે છે. હવે તો પથારીમાં બેસીને ભણતી વખતે પણ અજગર તેમની જ આજુબાજુમાં વીંટળાયેલા રહે છે.

માત્ર ઇસ્માહ જ નહીં, તેનો ભાઈ પણ અજગર સાથે રમતો જોવા મળે છે. ઇસ્માહ પાસે અજગર કઈ રીતે આવ્યા એ વિશે કોઈ ચોક્કસ જાણકારી નથી પણ તે લગભગ ચાર વર્ષની હતી ત્યારથી આ અજગર તેની સાથે જ છે.