આખલાનો આતંક

515

આખલાનો આતંક

કોડીનારમાં ચાલીને જતા રાહદારી પાછળ આખલો દોડ્યો, ઉછાળીને જમીન પર પટક્યા, ઘટના CCTVમાં કેદ
ગીર સોમનાથના કોડીનાર શહેરમાં ધારાસભ્યના કાર્યલયની સામે રખડતા આખલાએ એક રાહદારીને પાછળથી શીંગડાથી ફંગોળી દઇ પછાડી દેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યાં છે. આવી ઘટના છેલ્‍લા ત્રણ મહિનામાં બીજી વખત બની હોવાથી લોકોમાં બજારમાં નિકળવા સમયે ભયની લાગણી પ્રસરી છે.

કોડીનાર શહેરની બજારમાં ધારાસભ્યના કાર્યાલયની સામેના રસ્‍તા પર એક રાહદારી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્‍યારે એકાએક પાછળથી દોડીને આવેલા એક આખલાએ રાહદારીને શીંગડાથી ઉંચકી લઇ ફંગોળીને પછાડી દીધા હતા. જેથી રાહદારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી પ્રથમ તેમને કોડીનાર અને ત્‍યારબાદ વેરાવળની હોસ્‍પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેના ફુટેજ વાયરલ થતા કોડીનારમાં રખડતા ભટકતા આખલાઓનો કેવો આતંક છે તેની પ્રતિતિ કરવાતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

જુઓ અહિ વિડીયો