રણમાં મળી 121 ફૂટ લાંબી બિલાડીનું રેખાચિત્ર

436

રણમાં મળી 121 ફૂટ લાંબી બિલાડીનું રેખાચિત્ર

નાનપણમાં આપણે બધા જ રાતે સૂતી વખતે તારાઓને જોતા અને તેને ગણાતા હતા અને તેમા ઘણા પ્રકારની આકૃતિઓ શોધતા હતા, ક્યારેક ચકલીઓ, ક્યારેક વાંદરા, ક્યારેક સિંહ તો ક્યારેક ત્રિભુજ અને ચતુર્ભુજ શોધતા હતા. પરંતુ ત્યારે આપણે એ વાતથી અજાણ હતા કે તેની પાછળ બ્રહ્માંડનું કેટલું મોટું રહસ્ય છુપાયેલું છે. દુનિયાનો એક ભાગ પણ આવી જ રીતે રહસ્યમયી છે. લેટિન અમેરિકી દેશ પેરૂના નાજ્કાના રણમાં ઘણા પ્રકારની આકૃતિઓ જોવા મળે છે. હાલમાં જ અહીં બિલાડીનું 121 ફૂટ લાંબુ રેખાચિત્ર મળી આવ્યું છે.

નાજ્કાના રણ પર સંશોધનકર્તા ટીમમાં સામેલ પુરાતત્ત્વવિદોનું અનુમાન છે કે, આ આકૃતિ લગભગ 2200 વર્ષ જૂની છે. આ રેખાચિત્ર અલાસ્કાથી આર્જેન્ટિના તરફ જતા હાઈવેના કિનારે પહાડો પર દેખાયુ છે. પેરુમાં સદીઓથી સંરક્ષિત નાજ્કા લાઈસન્સ નાજ્કા સંસ્કૃતિનો વારસો માનવામાં આવે છે. આ પહેલા પણ ઘણીવાર અહીં વિશાળ બિલાડીના રેખાચિત્ર મળ્યા છે. નાજ્કા લાઇસન્સ પર અત્યારસુધી 300થી વધારે અલગ-અલગ પ્રકારની આકૃતિઓ મળી ચુકી છે. આ આકૃતિઓમાં પશુ અને ગ્રહના રેખાચિત્ર સામેલ છે.

પુરાતત્ત્વવિદ જોની ઇસ્લા જણાવે છે કે, બિલાડીનું આ રેખાચિત્ર એ સમયે મળ્યું, જ્યારે દર્શકોના જોવા માટે બનાવવામાં આવેલી જગ્યાઓને સાફ કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે, લગભગ 2200 વર્ષ પહેલા પણ લોકોએ કોઈ આધુનિક ટેક્નિક વિના આ ચિત્રોનું નિર્માણ કર્યું છે, જે હેરાન કરનારો વિષય છે. પેરુના સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા મુજબ, જ્યારે બિલાડીના રેખાચિત્રની શોધ કરવામાં આવી તો, તે ખૂબ જ મુશ્કેલીથી નજરે પડી રહ્યું હતું. કારણ કે આ રેખાચિત્ર લગભગ નાશ થવાના આરે હતું. બિલાડીનું આ રેખા ચિત્ર પહાડના ઢોળાવ પર છે અને તે પ્રાકૃતિકરૂપથી ભૂંસાઈ રહ્યું હતું.

ઘણા અઠવાડિયા સુધી સંરક્ષણ અને સફાઇ કર્યા બાદ હવે બિલાડી જેવી આકૃતિ ઉભરીને સામે આવી છે. પુરાતત્ત્વવિદોના જણાવ્યા અનુસાર, બિલાડીની આ આકૃતિ પરાકાસ કાળના અંતિમ દિવસોમાં બનાવવામાં આવી છે, જે ઈ.સ. 500 પૂર્વેથી ઈ.સ. 200 વચ્ચે હતો. આ રેખાચિત્ર 12-15 ઇંચ મોટું છે. તમને જણાવી દઈએ આ દુનિયા પોતાની જાતમાં સૌથી અનોખી છે, જેમાં ઘણા એવા રહસ્યો જોડાયેલા છે જે ચોંકાવનારા છે. આજે પણ ઇતિહાસ સાથે જોડાયેલી એવી વસ્તુઓ સામે આવતી રહે છે જે ચોંકાવવાનું કામ કરે છે. એવી જ આ એક રહસ્યમયી જગ્યા છે લેટિન અમેરિકાનું નાજ્કાનું રણ. તેમાં સતત એવી આકૃતિઓ મળતી રહે છે.