5 વર્ષની છોકરીએ ધમાલ મચાવી

384

5 વર્ષની છોકરીએ ધમાલ મચાવી

આ 5 વર્ષની છોકરીએ ધમાલ મચાવી, એવું જબરદસ્ત ડ્રમ વગાડ્યું કે લોકોની આંખો પહોળી રહી ગઈ!

ઉમર ભલે ઓછી છે, પરંતુ એક્ટિંગ, ડાંસ અને સિંગિંગના કેસોમાં બાળકોનો કોઈ જવાબ નથી! ઇન્ટરનેટ પર આવા અનેક વીડિયો સામે આવતા રહે છે

અને આપણે બધાએ જોયા છે. હવે હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક 5 વર્ષની બાળકી ડ્રમ વગાડી રહી છે. તેને જોઈને તમે પણ ચોંકી જશો કે આખરે આ બાળકીને આટલું બધું યાદ કેવી રીતે રહી જતું હશે.તેની ખાસિયતો જોઈને જ તો સોશિયલ મીડિયાની જનતા આ ઉસ્તાદની ફેન થઈ ગઈ છે.

આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું, ‘ઉમર 5 વર્ષ…વિશ્વાસ નથી આવતો.’ તમે જોઈ શકો છો કે નાનકડું બાળક ફુલ જોશમાં ડ્રમ વગાડી રહ્યું છે. પરંતુ ડ્રમ વગાડ્યા પહેલાં જે રીતે તે ડ્ર સ્ટિકને આંગળી વડે ફેરવે છે

ત્યારે જ આપણે લાગી આવે કે આ બાળક કંઈક હટકે કામ કરી બતાવશે અને પછી તેનો નજારો પણ જોવા મળે છે. તો જુઓ આ સરસ વીડિયો…