અમદાવાદમાં 31 ડિસેમ્બરની આ વર્ષે ઉજવણી નહીં કરી શકાય

284

અમદાવાદમાં 31 ડિસેમ્બરની આ વર્ષે ઉજવણી નહીં કરી શકાય

કર્ફ્યૂ ભંગ કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે..

અમદાવાદ શહેરમાં હાલ કર્ફ્યૂને કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં પણ કર્ફ્યૂ અમલમાં રહેશે,

જેને પગલે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની કોઈ જાહેર કે રાત્રિ ઉજવણી થઈ શકશે નહીં. પોલીસ દ્વારા રાતે 9 વાગ્યા બાદ કર્ફ્યૂનું કડક પાલન કરવામાં આવશે. કર્ફ્યૂ ભંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકોને સંક્રમણથી બચાવી શકાય એ માટે પણ કાર્યવાહી કરવા પોલીસ સજ્જ બની છે